“બોલ માડી અંબે, જય જય અંબે , જય વિહોતર”
વિહોતર ગૃપ ઓફ ગુજરાત રબારી સમાજ શ્રી અંબે માં પદયાત્રી સેવા કેમ્પ માં ભોજન પ્રસાદ , આરામગૃહ, ચા-પાણી, મેડીકલ , ગરબા જેવી સેવાઓ પુરી પાડી પૂનમ ના દિવસે પૂર્ણાહુતિ કરી ધાબાવાળી વાવ થી શ્રી અંબે માં ધામ અંબાજી સુધી પદયાત્રા કરી વિહોતર ગૃપ દ્રારા ધ્વજા આહોરણ કરી જગત જનની મા અંબા સર્વે ભક્તોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે તેવી માના ચરણોમાં સહૃદય પ્રાર્થના.
અંબાજી પગપાળા યાત્રાળુઓ માટે સેવા કેમ્પને અદભૂત, અકલ્પનીય, સુંદર, સફળ બનાવવા બદલ (રબારી-સમાજ) વિહોતર ગૃપ ઓફ ગુજરાત પરિવારના દરેક કાર્યકરો, સ્વયંસેવકો, આયોજન સમિતિઓ તમામ તાલુકા, શહેર,જીલ્લા હોદ્દેદારો, રબારી સમાજના પ્રથમ વખત અંબાજી પગપાળા જતા માઈ ભકતો માટે વિહોતર ગ્રુપ દ્વારા આયોજિત કેમ્પ માં દરેક દાન આપનાર અને સેવા કરનાર તેમજ આ સારા સમાજ ના કાર્ય માટે જે લોકો એ યોગદાન આપ્યું છે માં અંબા ભવાની તમારી મનોકામના પુર્ણ કરે અને આપ દરેક પોતાના ક્ષેત્ર માં ખૂબ પ્રગતિ કરો અને સમાજ ના દરેક સેવા કાર્ય માં બધા આ રીતે પોતાનું યોગદાન આપતા રહેજો…
તમામ દાતાશ્રીઓ, સ્વયંસેવકો, તમામ મહેમાનો નો હું દિલથી આભાર માનું છું…